સમય
સમય
1 min
113
સરકતો રહ્યો છું હાથમાંથી,
વહેતો રહ્યો છું વેધકતાથી,
વેડફી દેશો તો વહી જઈશ,
સદુપયોગ કરશો તો ફળીશ.
કર્મનું ફળ દરેકને પ્રાપ્ત થાય છે,
મારા આગમનની રાહ જોવાય છે.
હું સારો તો સર્વત્ર સારું જ સારું.
જો નબળો તો કોઈ ન તમારું.
ચેતવું છું, મારો યોગ્ય રીતે ઉપયોગ કરો.
સદાય સાથે જ છું, હું સમય તમારો.
