સમય
સમય
1 min
144
"હા ! હું સમય છું", રેતની જેમ સરી જઈશ,
ઓ માનવ ! ન કર ઘમંડ કદી સ્વ ઉપર,
આ ભોમ છે તારી બહુ ઊડવાની કોશિષ ન કર,
પટકાઈ પડીશ પલટાતા આ કાલનું ચક્ર,
"હા ! હું સમય છું", રેતની જેમ સરી જઈશ.
સુખ-દુઃખ, તડકો-છાયો લઈને ફરું છું ભેગો,
રહેતો નથી હું સ્થાયી ક્યાંય એક સરખો,
"હા ! હું સમય છું",રેતની જેમ સરી જઈશ.
કયાંક લાગે થતો નથી પસાર હું તો,
કયાંક વર્તાય છે મારો આભાવ જો,
"હા ! હું સમય છું",રેતની જેમ સરી જઈશ.
