સમરાંગણ
સમરાંગણ


સમરાંગણના સાદે લડતાં,
નરબંકાઓની આ વાત છે.
પૂછો જઇ ગામનાં પાદરે પાદરે,
પાળિયાઓની અહીં જમાત છે.
બેન,દિકરી ને મા ભોમ કાજે લડતી,
અહીં શૂરવીરોની અનેરી ભાત છે.
લોહી નીગળતા ઘડ અહીં લડ્યાં છે,
ને માટે હર ગામે સિંદૂરે સજેલી નાત છે.
સોરઠ આ ધરા શૂરવીરોની છે "નીલ"
જ્યાં પાણે પાણે સમરાંગણની વાત છે.