Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Drama Others Tragedy

3  

Smita Dhruv

Drama Others Tragedy

સલામ દોસ્ત !

સલામ દોસ્ત !

1 min
278


  

ગાડીમાંથી એ નીચે ઉતર્યો,

હું પણ નીચે ઉતર્યો,

એની નવી મર્સીડિસ હતી, 

અને મારું  જૂનું એકટીવા !


બે ડગ ચાલી તેણે મોબાઈલ કાઢ્યો,

મેં પણ લગભગ એમ જ !

એનો હતો લેટેસ્ટ આઈ -ફોન,

મારો સેકન્ડ હેન્ડ નોકિયા !


ફોનમાં વાત શરૂ કરી એણે,

ફોનમાં વાત શરૂ કરી મેં.

એણે વાત કરી રિયલ એસ્ટેટની,

અને મેં મારા બોસ સાથે !


ચાલતાં એણે ખિસ્સામાંથી કાઢી,

મેં લગભગ એમ જ !

એની હતી મોંઘીદાટ  ચિરૂટ,

ને મારી તો સાધારણ બીડી !


મેં ધ્યાનથી જોઈ તેને,

કાંડે રોલેક્સ ઘડિયાળ હતી,

તીરછી નજરે તેણે માપી,

મારી ચોર બજાર બ્રાન્ડની  !


આખરે સામસામાં અમે ટકરાયા !

એણે નજર ચૂકવી મારી,

વચલા થાંભલાની ઓથે,

મેં નજર ઝુકાવી મારી,

બાળપણનાં સાથી સામે !


Rate this content
Log in