... શું કરીએ!?
... શું કરીએ!?


... શું કરીએ!?
જિંદગીમાં છે રોજ ના ગમ, શું કરીએ !?
નથી આંખો થતી હવે નમ, શું કરીએ !?
શમ્સ બળે વરસાવે ફલક થી બાળતી અતિશો..
થઇ રહી છે રડી-રડી બેઝાર શબનમ શું કરીએ !?
મારી નાંખશે તારી પ્રમાણિક્તાઓ ,
કે થઇ ગયા છે લોક દોયમ
, શું કરીએ !?
ઝપટે ચડેલાં પતંગિયા મરી જ ગયાં,
જહન નો બદલો છે મોસમ કહે, શું કરીએ !?
હરખી ન શક્યાં સ્વપ્નો આજ સુધી,
ન બની શક્યાં હમકદમ, શું કરીએ !?
( ઉર્દુ-શબ્દાર્થો: ગમ=દુઃખ, નમ = આર્દ્ર, શમ્સ=સૂરજ, આતીશ=અગ્નિ, ફલક= આકાશ,
બેઝાર=અધમૂવુ, શબનમ= ઝાકળબિંદુઓ, જહન=મન, દોયમ= દોગલા/ બેવડા ધોરણોવાળા )