Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

શું કરે ?

શું કરે ?

1 min
562


કાળની થપાટો સામે મિનારા શું કરે ?

સૂર્ય વરસાવે આગ, સિતારા શું કરે ?


સૃષ્ટિના સર્જકનો અદ્‌ભુત ચમત્કાર,

કુદરતની કલા સામે ચિતારા શું કરે ?


નશો તો દારૂનો કંઈ ન કહેવાય,

નજરના કેફ સામે પિનારા શું કરે ?


આગ બધી એક છે, બાળે જુદી રીતે,

અંતરની આગ સામે તિખારા શું કરે ?


મઝધારને પૂછો તો વાત મળે જુદી,

‘સાગર’ મારતો મોજાં, કિનારા શું કરે ?


Rate this content
Log in