STORYMIRROR

Deepak Trivedi

Others

3  

Deepak Trivedi

Others

સહજાનંદ સ્વરૂપા

સહજાનંદ સ્વરૂપા

1 min
26K


સહજાનંદ સ્વરૂપા આવો,

નિકટ નિકટ સમરૂપા આવો.


રમણ સમય વિલસતો જેમાં,

નિર્ગુણ નામ અરૂપા આવો.


નાચ નચંતા છેલ છબીલા,

ખેસ ધરી નિજરૂપા આવો.


ચરણકમળના દાસ અમે જી,

અવધ ચરણરજરૂપા આવો.


ઉઘડે ઉઘડે દ્વાર સફાળા,

છલછલ થઇ ઘનરૂપા આવો.


Rate this content
Log in