શિયાળભાઇએ દ્રાક્ષ વાવી
શિયાળભાઇએ દ્રાક્ષ વાવી
શિયાળભાઇએ દ્રાક્ષ વાવી, દ્રાક્ષ આવી લૂમેઝૂમે
દ્રાક્ષ જોઈને શિયાળ તો આનંદથી આમતેમ ઝૂમે
મીઠી મજાની દ્રાક્ષ શિયાળ કોઈને ખાવા દે નઈ
દિન આખો ચોકી કરે દ્રાક્ષની સામે બેસી રે ભઈ
દ્રાક્ષની રખેવાળી કરવા ડંડો લઈ આખી રાત ઘૂમે
શિયાળભાઈએ દ્રાક્ષ વાવી, દ્રાક્ષ આવી લૂમેઝૂમે
કાળી કાળી દ્રાક્ષ જોઈ શિયાળ મનમાં હરખાય
ધીમે ધીમે દ્રાક્ષ તોડીને રે પાકી કાળી મીઠી ખાય
સવાર સાંજ રાખે સંભાળને દ્રાક્ષનાં વેલાને ચૂમે
શિયાળભાઇએ દ્રાક્ષ વાવી, દ્રાક્ષ આવી લૂમેઝૂમે
દ્રાક્ષ ખાવા ખિસકોલીબેન ચૂપકે ચૂપકે આવતાં
ઉંદર ને છછુદંરભાઇને દ્રાક્ષ ખાવા સાથે લાવતાં
દ્રાક્ષ તો ખાવાં મળે નહીં ને તેઓ આમતેમ ઘૂમે
શિયાળભાઇએ દ્રાક્ષ વાવી, દ્રાક્ષ આવી લૂમેઝૂમે