શિરીષ વૃક્ષ
શિરીષ વૃક્ષ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ઉત્તરે ઘેઘુર સરસડો ક્યારામાં કરગરતો
શુકપુષ્પ બારેમાસ આંગણામાં ફરફરતો
શિરીષ વૃક્ષ શોભે દ્વિ પંખ લંબ હાર પર્ણ
ઢંકાયો લીલો સોનેરી રંગ તળે શ્વેત વર્ણ
ભરૂંઠે શ્વેત પર્ણ પેરી મૃદુ પીંછ હારમાળા
રણકતી શીંગ શિર નહિ જિહવાને તાળા
આચાર્ય ચરકે નિરૂપ્યુ શિરીષને વિષઘ્ન
સ્નિગ્ધ ધરા અતિ જળ ને હિમ છે વિઘ્ન
માણ્યો બારે માસ લીલોછમ છાંયડો તટે
તૂરો કટુ મધુર સ્વાદે કહે કોઈક રોગ મટે
સુપાર્શ્વનાથ પ્રતિક છે મૃદુ શિરીષ કુસુમ
પુંકેસર પાંખડી વજ્ર પાંદથી લંબ માસુમ
બીજ સમાયું શીંગ મધ્યે ઉપયુક્ત કાષ્ટ
ફૂલ શીર્ષ ગોળાકાર બાહ્યદળ હરતું કષ્ટ
વર્ષા ઋતુની સંધ્યા ઢળ્યે મંકોડા હારબંધ
નીકળી પડે હાથમાં હાથ લઇ બની અંધ
સોડમ મંજુ ફૂલોની સમ મધુર રાતરાણી
રચ્યું શિશુને અતિ પ્રિય એવી વાત જાણી