શબ્દોનો શણગાર
શબ્દોનો શણગાર
1 min
238
સઘળું બધું સોહામણું લાગે
મહેનતનું મહેરામણ લાગે
હિંમત નું હથિયાર લાગે
પગદંડીની વાચા લાગે
કોમળ એટલું કઠોર લાગે
ઉગ્યાનો ઓજસ લાગે
ભય બનીને ભણકારા લાગે
સ્નેહ બનીને સથવારા લાગે
રંગ થકી રળિયામણા લાગે
સંગ થકી સહિયારા લાગે
આનંદ બનીને આપણાં લાગે
પ્યારા બનીને પારકા લાગે
