Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Others

4  

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Others

શબ્દો

શબ્દો

1 min
713


વિચારના વલોણે કેટલા વલોવાય મન વડે,

શબ્દો જે કલમના સથવારે કાગળને મળે !


કદી ટપકી પડે ઓચિંતું આંખથી આંસુ સરે

તો કદી વેરાય એવા, હોઠો પર જેમ ફૂલ ઝરે !


કદી ધરી બેસે મૌન, વણઉકેલ કોયડો બને,

ફૂટે જો વાચા, વહેતા એ નિર્મળ ઝરણ વહે !


કદી રિસાય કલમથી, કેમેય મનાવ્યા ન મને,

ઉભરાઈ આવે હેત ! ખુદ જઈ કલમને નમે,


કદી આમજ સંતાકૂકડી તો કદી શતરંજ રમે

છતાં નાતો અતૂટ, મને કાન્હાની જેમ જ ગમે !        


Rate this content
Log in