શાકભાજી
શાકભાજી
રંગ રંગના રીંગણા
લાગે ભલે ઠીંગણા
સ્વાદે જરા સા તુરા
ઓળો ખાવ તો પુરા
ટમેટા લાલ ચટાક
ચુલે ચડે છે ફટાક
ખાધે બહુ ખાટામીઠા
બારે માસ થતા દીઠા
લાંબી શીંગનો ગુવાર
જોડે ઉનો રોટલો જુવાર
ખાવ તો જ ખબર પડે
ઉદરમા ભાઈ વાયુ નડે
તુરીયા ને ગલકા
ખાવામાં છે હલકા
ઉનાળે તાજા મળે
કડવા હોય જીવ બળે
પાલક મેથીની ભાજી
શિયાળે બહુ મળે રાજી
તુવેર પાપડી નાંખી
ઉંધિયા તણી ઝાંખી
શક્કરિયા સંગ બાફી
રોગમાં મળે માફી
લાંબી દૂધી લીલી લીસી
ચણા દાળ જોડે પીસી
ચીકણા ચીકણા ભીંડા
ભરી બેસનના પીંડા
મૂળા ગાજર મોટા
મરચા વિના ખોટા
કોથમીર લાવે રંગ
શાકભાજીને સંગ
વાર્તા કીધી મોટી
બિન શાક રીત બધી ખોટી
