સેના
સેના

1 min

17
દુશ્મન પર કરો વાર સેના,
સરહદને કરો પાર સેના,
શત્રુ તો છે દગાબાજ,
લોહીની વહાવો ધાર સેના,
જંગ અને પ્રેમમાં બધુ શક્ય છે,
દુશ્મનની આંખો કરો ચાર સેના,
થાજો ફના દેશ કાજે,
ઘેરથી આવ્યો છે તાર સેના.
માભોમની રક્ષાની લીધી શપથ,
સૈનિકના જીવનનો એ છે સાર સેના.