સચોટ
સચોટ
1 min
31
સાચું ને સચોટ રહેવા દો,
જિંદગી છે ભરતી ને ઓટ રહેવા દો,
આયખું એ કારણથી વધી પણ જાય,
દિલના કોઈ ખૂણાંમા ચોટ રહેવા દો,
એ કારણથી યાદોનું ઝાડ ઊગી પણ જાય,
આંખની નહેરોમાં આંસુઓની દોટ રહેવા દો,
ભૂલ્યા ભટકયા ફરી મળવું હોય તો,
સંબંધોમા થોડી ખોટ રહેવા દો,
પાકશે સમય ત્યારે શું થાશે,
આ સમયને થોડો ભોટ રહેવા દો.
