સબર
સબર
1 min
769
મિત્રો કહે છે ભેગા મળીને કે સબર રાખ
છે એક અગન એવી કે થઈ જાય જિગર રાખ
દેવાનું કહી એજ મને છેતરી ગયો
કેહતો હતો ખુદા કે દુઆમાં ન કસર રાખ
ક્યારે તને ઉઠાવી લે નિશ્ચિત નથી કશું
તૈયાર કફન રાખ તું તૈયાર કબર રાખ
મૈયત ઉપર રડે છે કોઈ ડૂસકાં ભરી
વૈભવ મરણનો જોઈ લે તું ખુલ્લી નજર રાખ
"બેબસ" જીવન છે ધૂળ નથી એ જીવન જીવન
મૃત્યુ છે મોક્ષ તારો તું મૃત્યુની ફિકર રાખ
