Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સાથે ચાલ તું

સાથે ચાલ તું

1 min
444


રાહ હોય કઠિન કે સરળ, બસ સાથે ચાલ તું,

રસ્તે તેજ હોય કે તમસ, બસ સાથે ચાલ તું !


તને ચાહું, તને માંગુ, તને પામું, તુજ મય જીવન,

હકીકત હોય કે હોય સપન, બસ સાથે ચાલ તું !


તને નીરખીને બુઝાઈ પ્યાસ જન્મોની ભીતર,

રત્નાકર હોય કે હોય રણ, બસ સાથે ચાલ તું !


ભીડનો શું ભરોસો, ભીડમાં પણ હું રહું એકલો,

તારી સાથે છે આસાન સફર, બસ સાથે ચાલ તું !


સાત જન્મોનો છે સંગાથ આપનો આ પ્રેમવેદી પર,

આમ જ હાથમાં હાથ જકડ, બસ સાથે ચાલ તું !


મારી શાયરીઓ તો સર્જાશે અંદરથી આપમેળે,

મળેલી રહે નજરથી નજર, બસ સાથે ચાલ તું ! 


ખબર એટલી જ છે કે મારી જ મને નથી ખબર,

હવે આમ જ રહું બેખબર, બસ સાથે ચાલ તું !


એક 'પરમ' ભરોસાની પરાકાષ્ઠા છે આ પ્રેમ,

આ 'પાગલ' પન રહે સતત, બસ સાથે ચાલ તું !


Rate this content
Log in