સાકી
સાકી
1 min
433
સાવ સીધીસાદી ગઝલ છે સાકી,
દિલ મહી કેટલી ગડમથલ છે સાકી,
તે જ એને દોજખ કરી દીધી છે,
જિદંગી સ્વભાવે સરલ છે સાકી,
જો ધડીભરમાં એ પહોંચશે ત્યાં,
આ વિચારો કેવા તરલ છે સાકી,
માછલીઓ જીવિત થશે ફરીથી,
એમના હાથોમાં કમલ છે સાકી,
દાદ દે કે ના દે સભા શરદને,
પણ ગઝલ એની સૌ અસલ છે સાકી.