સાઈકલની કહાણી
સાઈકલની કહાણી
1 min
140
સાઈકલ તારી અજબ કહાણી,
એક સમયમાં ખુબ વખણાણી,
તું ક્યાંથી આવી, કોણે તને લાવી,
પણ તારી જરૂરત ખુબ સમજાણી.
તારો એ સુવર્ણ યુગ કહેવાયો,
દરેક ક્ષેત્રમાં ડંકો તારો વાગ્યો,
વેપાર ધંધો ભણતર સિનેમા,
બધે જ તારો હતો ખુબ મહિમા.
સમય પણ ક્યાં સરખો રહે,
બદલતી રહે એને ફેશન કહે,
સાઈકલ તું અણમાનીતી થઈ,
તારી જગ્યા બીજા પાસે ચાલી ગઈ.
હવે જરૂરિયાત બદલી ગઈ,
તું હતી ત્યાં સ્કૂટર આવી ગઈ.
તારી નવી જ જવાબદારી થઈ,
ચરબી ઘટાડવાના કામે લાગી ગઈ.
