ઋતુચક્ર
ઋતુચક્ર
બુઝાયા દિપક દિવાળીના ને હેમંત લાવી,
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી,
પીળા લહેરાતા ફૂલ રવિ પાક શિશિર આવી,
વિદાય લેશે ગુલાબી ઠંડી પાનખર વિતાવી,
મંજરી મહેકશે ને કેસૂડાં ચમકશે વસંત તણા,
ફાગ રમતા જન હોળી પ્રજ્જલ્વિત કરશે ઘણા,
ગ્રીષ્મમાં ઘૂમશે ખાલી વાદળો જળ ભરવા,
લાલચટક ગુલમહોર ને તાપે આમ્ર ચરવા,
સૂરજ ઢાંકશે ઋતુરાણી વર્ષા ને વાદળી રીઝશે,
વીજ ઝબૂકી કરવાને લીલીછમ્મ સૃષ્ટિ થીજશે,
ગરબે ઘુમવા પધાર્યા શરદ તારા શીત વાયુ,
ખેતરે પાક્યા પાક ને દિવાળીએ વધારી આયુ,
બુઝાયા દિપક દિવાળીના ને હેમંત લાવી,
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી !