Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

રણને તમે કદી તરસ્યું ન સમજો

રણને તમે કદી તરસ્યું ન સમજો

1 min
192


રણને તમે કદી તરસ્યું ન સમજો,

રણને તમે વેરણ થૈ ગયું ન સમજો !


રણ તો વરસોથી તપે છે ધગધગ,

એટલે વિરહમાં સળગ્યું ન સમજો !


કાન દઈ સાંભળો રણ બોલે છે, તમે

રણને સૂનમૂન થઈ ગયું ન સમજો !


રણ પાસ ન નદી, ન ગિરિ, ન વનરાજી

એટલે રણ એકલું પડી ગયું ન સમજો !


રણની ખબર કાન્તાસુત કોઈ ન લે એટલે

રણ દુનિયાથી નારાજ થઈ ગયું ન સમજો !


Rate this content
Log in