STORYMIRROR

Tanvi Tandel

Others

3  

Tanvi Tandel

Others

રંગ

રંગ

1 min
1.1K


રંગોનો તહેવાર આવ્યો,

મારે આંગણે ફાગણ લાવ્યો


મીઠો ટહુકો થઈ રંગાઈ જાઉં વાલમ તુજ પ્રીતના રંગે

અભિલાષા મને એટલી બની તારું સ્મિત રહું તારી સંગે.


પિચકારીમાં ભરી વ્હાલ એકબીજાને છાંટીએ.

આવ મારી સંગ લઈ ગુલાલ, ઉડાડી એકમેક પર

ચિંતાઓને પણ ભગાડીએ.


રંગોનો તહેવાર આવ્યો,

મારે આંગણે ફાગણ લાવ્યો.


કેસુડાના ફૂલો જેવું ઘર બનાવીએ કેસરિયા હેતથી હર્યુભર્યું,

ચાલ ભૂલી મારું તારું સર્જીએ આપણું વિશ્વ ન્યારું.


મેઘધનુષ્ય બની એકબીજાનું આપીએ રંગોની અનોખી ભાત

ઉમંગ ભરી હ્રદયે છાંટીએ સૌની આસપાસ.


રંગોનો તહેવાર આવ્યો,

મારે આંગણે ફાગણ લાવ્યો.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন