રક્ષાબંધન
રક્ષાબંધન

1 min

138
જાતિ - ધર્મને તોડતો બંધન, તોયે બધા ને ગમે !
કાંટા પણ ખીલે ફૂલની જેમ, જ્યારે રક્ષાબંધન આવે.
સાંકળ પણ જકડી ન શકે, મન એટલું ચંચળ હોય છે.
શ્નણમાં અવની, શ્નણમાં અંબર, શ્નણમાં સાગર.
એટલા ચંચળ મન ને બાંધ્યુ,એક રેશમ ના દોરાએ,
ખુશી - ખુશી પોતે બંધાઈ જાઈ, બધાને મન ગમી જાઈ.
કાંટા પણ ખીલે ફૂલ ની જેમ,જ્યારે રક્ષાબંધન આવે.