STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

રીસામણાં મનામણાં

રીસામણાં મનામણાં

1 min
1.1K

હું કયાં સુધી તને દિલાસો આપું ?

તારા રિસામણા તો રોજના થયા,


યાદ છે તને આપણી પહેલી મુલાકાત,

આ હિંચકો એનો મૂક સાક્ષી છે,


તારા પ્રથમ સ્પર્શથી થઈ હું પાગલ,

તારી લાગણીઓમાં હું વહેવા લાગી,


મનમાંને મનમાં કંઈક કહેવા લાગી,

તારી દૂરી હું સહેવા લાગી,


તારા ખ્યાલોમાં રહેવા લાગી,

તારા પ્રેમના ગીતડાં હુ ગાવા લાગી,


રીસામણાં અને મનામણાંના હિસાબો,

પછી કરીશુ, આજતો સ્નેહથી સવરીએ,


આવી રુડી ઊગી છે સવાર,

શા માટે રાખવા અબોલા !

સાજન કયા સુધી આપું દિલાસો ?


સામગ્રીને રેટ આપો
લોગિન