રાયણ
રાયણ
1 min
304
રાયણ તારે અપાર લાંબા લીલા પાન
પાને પીળી બુટ્ટીની ભરમાર શોભે કાન
વૃક્ષમાં લટકે સોનેરી મીઠી રાયણ ગોળ
સાકર દૂધ ભર્યું રસદાર ફળ લંબગોળ
ઝાડ ખડતલ ટકાઉ ઘટાદાર સદાપર્ણી
જળરોધક તારે થડ ડાળી સલિલ વર્ણી
કાચી પાકી જમીનમાં ય ઘટાટોપ જામે
મધપૂડા ને ચીકુ તરું ગૃહ આશરો પામે
ગીર ગુજરાત ને ડુંગરે વનમાં રાયણાં
રાયણકોકડી કરે બારે માસ મનામણાં
રાયણ તારે અપાર લાંબા લીલા પાન
શિયાળે લીલું ઉનાળે આવે પીળી શાન.
