પુત્રી
પુત્રી

1 min

309
ઝૂલી માતાપિતાના પ્રેમ પારણીયે,
પામી પ્રેમાળ છત્ર તનયા સ્વરૂપે.
મહેકાવ્યું શૈશવ હેતના હિંડોળે,
માણ્યું પ્રેમાળ કવચ ભગિની રૂપે.
પ્રસર્યો પમરાટ સખીઓ સંગાથે,
ખીલ્યા પુષ્પ પ્રેમાળ સહેલી સ્વરૂપે.
ઝગમગ્યું જીવન પામી પ્રિતમને,
માણી જિંદગી પ્રેમાળ માશૂકા રૂપે.
સાકાર થયું શમણું પામી પિયુને,
મળી ધન્યતા પ્રેમાળ પત્ની સ્વરૂપે.
પામી પૂર્ણતા આવકારી સંતાનને,
સ્વીકારી વહુને પ્રેમાળ માતા રૂપે.
બક્ષી ગરિમા ગૌરવ મુજ નારીને,
મળી ભવ્યતા જીવનમાં સ્ત્રી સ્વરૂપે.
કરું પ્રાર્થના દિલથી મુજ ઈશ્વરને,
પામું વિદાય હું પ્રેમાળ વ્યક્તિ રૂપે.