STORYMIRROR

Dr.Sarita Tank

Others

3  

Dr.Sarita Tank

Others

પતંગિયા

પતંગિયા

1 min
36

ઉડતા હતા એ પતંગિયાઓ બાગમાં,

લેવા હતા એ રંગોને બાથમાં,

ઉડતા હતા એ દૂર સુધી વાટમાં,

થઈ ના શક્યા અમે તેની સંગાથમાં.

             

ઘડીક પેલા ફૂલમાં તો, ઘડીક પેલા પાનમાં,

રમતાં હતા એ આનંદ-ઉલ્લાસ માં, 

પાંખોના ગુંજન અને પવનના તાલમાં

આભ મહીં ઉડતા એ ખુલ્લા આકાશમાં.


પક્ષીની સાથમાં અને ભમરાંની નાતમાં,            

ઉડતા હતા એ હાથ લઈ હાથમાં,

ઘડીક કે થંભે જો પાન અને ઝાડમાં.


ભાસ કરાવે એ વૃક્ષ મહીં ફાલના,

રંગ ભરી સૃષ્ટિ આ નાચે છે તાનમાં,

ઉડતા હતા એ પતંગિયાઓ બાગમાં,

લેવા હતા એ રંગોને બાથમાં !



Rate this content
Log in