Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પથિક

પથિક

1 min
359


શબ્દથી નિઃશબ્દમાં જવાય એ અલગારી પથનો પથિક છું,
ને મુજ કર્મ થકી પ્રારબ્ધ સચવાય એવા પથનો પથિક છું !

આ સફરમાં નાવમાં છેદ કર્યા પછી ગુમ છે સૌ સગા વ્હાલા,
જીવનનાં ઉછળતા મધદરિયે એકાકી પથનો પથિક છું !

થિજેલી ક્ષણોને ઓગાળવા મથતો યુગોથી હૈયાની હૂંફથી,
પીગળતા સમય સાથે આકાર બદલતા પથનો પથિક છું !

ગતિમાન હવા તો કામ કરી ગઈ એનું ભારેલા અગ્નિ પર,
અંતરમાં બળબળતી આગથી લથપથ પથનો પથિક છું !

તારી એક ફૂંકથી સર્જાય ઉત્સવ સૂકી વાંસની લાકડીમાં,
પછી સૂર બની રેલાઉં તો ક્ષિતિજ પારના પથનો પથિક છું !

તારા 'પરમ' ભરોસાનું અજવાળું ઝળહળે યુગોથી રાહમાં,
હવે 'પાગલ' થઈ અંધારે આગળ વધતા પથનો પથિક છું !


Rate this content
Log in