પર્યાવરણ
પર્યાવરણ

1 min

11.9K
ધરતીનો નથી મનુષ્ય એકલો ધણી
પશુ પંખી પુષ્પ વનરાઈ એના મણિ
વનરાજી લાવે વરસાદને તાણી
બધા જીવ વલખે વિના પાણી
વિહંગતા પંખી જગની શોભા
પક્ષી ચણે નહી જીવડાં તો તોબાતોબા
અળસિયા જમીનને ખેડતા
વગર પૈસે વૃક્ષ માટે પરસેવો રેડતા
વૃક્ષ વાદળને ખેંચી લાવતા
મીઠા ફળ ફૂલ ને ધાન આવતા
ધરતીનો નથી મનુષ્ય એકલો ધણી
મનુષ્યે વિનાશની દીવાલ ચણી.