Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમ લક્ષ

પરમ લક્ષ

1 min
157


આમ જુવો તો હું મારા જ ઘરમાં છું
પણ ખરેખર તો એકાંતના નગરમાં છું,

તમારી યાદોનાં જર્જરિત ખડેરો વચ્ચે,
સદા વહી જતા સમયની નજરમાં છું !

જે કદી અખબારે જ નથી ચડી શકી,
એવા એક અમર પ્રેમની ખબરમાં છું !

ભલેને ખરી પડું ખીલીને શાખથી નીચે,
ખરી ગયા પછી તો કાયમ અત્તરમાં છું !

આ હરતી ફરતી જીવતીલાશોની વચ્ચે,
જ્યાં હાજર હોઉં છું ત્યાં કબરમાં છું !

પનઘટ સુધી તમે પદયાત્રા તો કરો,
પાતાળેથી પનિહારીની ગાગરમાં છું !

એક બુંદમાં તું જેને જયારે મળ્યો છે,
એટલો ને એવો જ હું સાગરમાં છું !

'પરમ' લક્ષ માટે ચાલ્યા જ કરું છું, 
જાણે જન્મોથી 'પાગલ' સફરમાં છું !


Rate this content
Log in