પ્રિયતમાનો જન્મદિવસ...
પ્રિયતમાનો જન્મદિવસ...
1 min
14.3K
હું ચાહુ કે રોજ આવે, પ્રિયતમાનો જન્મદિવસ..!
આનંદ અનેરો ને મોજ લાવે, પ્રિયતમાનો જન્મદિવસ..!
ઉરે દરિયો હિલોળા લે ને મન મોર બની થનગાટ કરે,
'શું આપું હું ભેટ અનોખી ?' - વિચાર કરી રઘવાટ કરે,
મુખને એના ચાંદ બનાવે, પ્રિયતમાનો જન્મદિવસ ...હું ચાહુ કે...
જગમાં બીજું કાંઈ ન જોઈએ, એ રહે જીવનભર હારે,
‘તન જુદા ને આતમ એક હો’, માંગું ના એથી વધારે,
મુજને સુંદર શ્યામ બનાવે, પ્રિયતમાનો જન્મદિવસ..હું ચાહુ કે...
