Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4.2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રીત હોવી જોઈએ

પ્રીત હોવી જોઈએ

1 min
300


હાથમાં ન હોય ભલે એનો હાથ, દિલમાં પ્રીત હોવી જોઈએ,

રોજ ન હોય ભલે એનો સંગાથ, વિરહમાં પ્રીત હોવી જોઈએ !


ભલે એના કામણગારા કેશ ન ભરે જાદુ નજરમાં સમાઈને,

હવામાં ઊડતી ઝુલ્ફની ઊડતી એક લટ સાથે પ્રીત હોવી જોઈએ !


આસમાનમાં ઉડવાની એક તક મળે તો ઝડપી લેવી સારી,

પંખની ઓળખ પછી પણ, કાયમ ધરા સાથે પ્રીત હોવી જોઈએ !

લખતાં લખતાં ભલે ખાલી થઈ જાય સઘળા શબ્દોનો ખજાનો,

પછી સર્જાય ભીતર ખાલીપો, તો એ શૂન્ય સાથે પ્રીત હોવી જોઈએ !


જીવન બાગમાં જે પુષ્પ ખીલ્યાં એ એક દિવસ કરમાવાના જરૂર,

સર્વ સ્વીકાર સહ શાશ્વત સુગંધ સાથે પ્રીત હોવી જઈએ !


અતીતને ભૂલી ને ભવિષ્યમાં ન ભટક્યા કરીએ પલ પલ,

મોત તો ગમે ત્યારે ભલે આવે, જીવન સાથે પ્રીત હોવી જોઈએ !


'પરમ' પામ્યા પછી શું હાર ને વળી શું જીત ? શું સુખ ને શું દુઃખ ?

સાક્ષી બની ભીતરથી જોનાર 'પાગલ' સાથે પ્રીત હોવી જોઈએ !


Rate this content
Log in