પોસ્ટકાર્ડ
પોસ્ટકાર્ડ

1 min

331
અરે ભાઈ પોસ્ટકાર્ડ વળી કઈ બલાની વાત છે?
મોબાઇલના જમાનામાં એની ક્યાં કોઈ નાત છે?
બે બાજુ ઊંચું આસમાન હતું ને એનું ખુલ્લું બદન,
ખાનગી કૈં ન રહેતું એમાં સંદેશ હોય, પ્રેમ કે રુદન,
પાંચ પચીસ પૈસાથી વધુ વળી ક્યાં હતી કિંમત,
ખરબચડે રસ્તે થઇ ગમે ત્યાં પહોંચવાની હિંમત,
લઘરવઘર કપડે ટપાલી જયારે પુકારતો નામ,
હરખ ભર્યો દોડે લેવા ટપાલ જાણે થઇ ગયું કામ,
વળતો જવાબ લખીને લાલ ડબ્બે પૂરતો કાગળ,
અકબંધ વિશ્વાસ કે સંદેશ પહોંચશે સ્વજન આગળ,
અરે ભાઈ પોસ્ટકાર્ડ વળી કઈ બલાની વાત છે?
માણસને જોડવાની લુપ્ત થયેલ મોંઘેરી જાત છે.