Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Desai

Others

4.5  

Neha Desai

Others

પણ મા તારી હાજરી વગર

પણ મા તારી હાજરી વગર

1 min
236


જમવાને સ્વાદિષ્ટ પકવાન છે ને પીવાને વિવિધ પીણાં,

પણ મા તારા હાથ વગર,

ભોજન ફિક્કું લાગતું !


બંગલા ને ગાડી છે ને દોમ સાહ્યબી છલકાય છે,

પણ મા તારા આશિષ વગર 

સુખ નથી લાગતું !


ઢોલિયા ઢળાય છે ને શૈયા રૂડી સજાય છે,

પણ મા તારા ખોળા વગર 

જાગરણ રોજ લાગતું !


સગાં સ્નેહીઓ મળે છે ને સંબંધો સચવાય છે,

પણ મા તારી હાજરી વગર,

સૂનું બહુ લાગતું !


'ચાહત' ને લાગણીથી કુટુંબ ઉભરાય છે,

ને સૌની કાળજી લેવાય છે,

પણ મા તારાં હેત વગર ફિક્કું સહુ લાગતું !

માં તારી હાજરી વગર જીવન સૂનું લાગતું !


Rate this content
Log in