STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

4  

Vrajlal Sapovadia

Children Stories

પીલુડી

પીલુડી

1 min
24.4K

પીલુંં જેવડા ટપટપ આંસુ ટપક્યાં 

પાકા પીલુંડા જોઈ જીભડા લપક્યાં 


તીખાં તમતમતા મીઠાં પાકા પીલુંં 

ડાળે લટક્યું આ કાચું ઝુમ્મર લીલું 


પીલુંટાણે લાલધોળાં રંગીન મોતી 

સીમ સેઢે ગોંદરે પાક્યાં હીરામોતી


માગશરે ખારા વખડે પીલું ગળ્યા

ચૈત્રે જારું મીઠે વખડે તીખા મળ્યા 


બુલબુલ કાગ સાંઢણીને ગુંદાફલા

મેશ્વાક મકોય ભાવતા પીલું સુફલા 


વન પકવે સદાપર્ણ પીલુડી દાંતણ

કાકમાચી કાપે ઊંઘી ઉધઈ કાંતણ 


વન વગડે ને વળી જો વાગડ જાઉં

ચણ ચણોઠી લાલપીળા પીલું ખાઉં


પીલુંં જેવડા ટપટપ આંસુ ટપક્યાં 

જેવા ટપક્યાં એવા જીભે ચપકયા.


साहित्याला गुण द्या
लॉग इन