STORYMIRROR

Lata Bhatt

Others

4  

Lata Bhatt

Others

ફુગ્ગા સમી આ જીંદગી

ફુગ્ગા સમી આ જીંદગી

1 min
28K


તરહી પંક્તિ-કણ કણ કરી ભેગું કરેલું તેતરો લૂટી જશે.

ફુગ્ગા સમી આ જીંદગી


ફુગ્ગા સમી આ જીંદગી કોઇ ક્ષણે ફૂટી જશે.

કણ કણ કરી ભેગું કરેલું તેતરો લૂટી જશે.


આ કાફલો હમણા વહ્યો, પગલાં છે એના તો હજુ,

સઘળાં પછીથી રેતકણ એ ભૂસવા ઝૂંટી જશે.


આ આયના રે'શે સલામત બિંબ સૌ ફૂટી જશે.

ઝાલેલું સઘળુ એક પળમાં હાથથી છૂટી જશે.


આખુ ય ઉપવન આંખમાં આજે ભરુ સુગંધ સાથ, 

એમાંનું કોઇ ફૂલ, આવીને કોઇ ચૂંટી જશે.


આપ્યુ જગતદાતાએ છે જે આપવા અન્યોને કાજ

લૂંટાવીએ, એ પે’લા કે સઘળા શ્વસન ખૂટી જશે. 


Rate this content
Log in