Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Others

3  

KANAKSINH THAKOR

Others

ફેશન છે, વ્યસન છે

ફેશન છે, વ્યસન છે

1 min
218


ફેશન છે, વ્યસન છે, હાથમાં  

મોબાઈલને જિંદગી ફાઈન છે   

એટલે જ આ યુગમાં દોસ્ત

વૃદ્ધાશ્રમમાં મા-બાપની લાઈન છે,


પૈસો છે, પાવર છે, સૂટને ટાઈમાં

માણસ ગાડીમાં સવાર છે

એટલે જ આ યુગમાં દોસ્ત

માણસમાં માણસાઈનો ભાર છે,


સુંદર કપડાં છે, સુંદર સાધનો છે,

જૂઠ્ઠાણાનાં ઠેરઠેર ચહેરા છે

એટલે જ આ યુગમાં દોસ્ત

ચારિત્ર્યનાં ભૂખ્યા ભવરાં છે,


ટેકનોલોજી છે, અંગ્રેજી શિક્ષણ છે,

ચારેકોર પરિવર્તનનો પવન છે

એટલે જ આ યુગમાં દોસ્ત

સરસ્વતીનાં ટ્યુશનનાં વન છે,


પીઝા છે, બર્ગર છે, ઠેર ઠેર

ફાઈવસ્ટારની હોટલો છે

એટલેજ આ યુગમાં દોસ્ત

માણસ પાસે બીમારી બોટલો છે,


આલિશાન મકાનો છે, ફલેટો છે,

ઊંચા ઊંચા ભાઈ બંગલા છે

એટલેજ આ યુગમાં દોસ્ત

ઘેરઘેર ક્રોધને ઈર્ષાનાં ઢગલા છે.


Rate this content
Log in