ફાનસ
ફાનસ
1 min
57
કોઈ કોઈના ય નથી બસમાં,
વાતોચીતો કંઈ ના થઈ આપસમાં,
ઘર્ષણ વિના એ સળગે ના ક્યારે,
આગ ભરેલી છે જો બાકસમાં,
માટે ઈશ્વર આવે છે ધરતી પર,
માણસ જ્યારે ના રે'તો માણસમાં,
છૂપાયું છે અજવાળું ભીતર બહુ,
ક્યારે જુઓ અંદરની ફાનસમાં,
મારે તો લખવું છે અનહદ અહીં પણ,
ઓછી ગઝલો ફૂટે છે આળસમાં.
