STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

પાગલ

પાગલ

1 min
315

લીમીટલેસ શમણાં સતાવી જગાડે સાચુકલુ ખોળી છોને

ભોર ભઈ નવલા દિવસની માણસ હોવાની ભ્રમણા છોને 


ઘટમાળ છે તારીખોને બદલી ધટના થયાનો શોખ છોને

સાસરિયાં પ્રિયજન પિયરિયા પ્રિયજન સાચુ કહો છોને


પાગલને પુસ્તક નક્ષત્રમાં આસ્થા પુષ્યને આગમને છોને

અઢળક પ્રેમ ને સહકારે ઉભરાતી લાગણીનો ભાવ છોને 


વળી વળી ને રોજ બકતો મુખારવિંદે ઝુરે સવાલ છોને

પ્લાસ્ટિકની ક્રેડિટ ડેબીટ માં વેચાતું ઉછીનું સ્મિત છોને


ભાનવગરના અમે ભાવ વગરની દુનિયે રહીએ છોને

પર્ણ ખરે છે આશિષ દેતું વ્રૄક્ષ રડે છે વંટોળ સંગ છોને


હ્રદયપંખીડું સંગીતમય તાનમાં નર્તન કરતું ગીત છોને

પંખીઓની ભાઇબંધી ને ગુંજન કંગને સખીઓ છોને


અર્પણ કરીએ કવિઓને મોતીડાં અક્ષર હસતા છોને

લપસણીએ ખડખડાટ હસે તર્પણ થઈ કવિતા છોને


સામગ્રીને રેટ આપો
લોગિન