ઓનલાઈન ક્લાસરૂમ
ઓનલાઈન ક્લાસરૂમ
1 min
261
મમ્મીનો મોબાઈલ ને પપ્પાનું લેપટોપ,
એની સાથે ભણું હું ઓનલાઈન ટિપટોપ,
ટીચર સમજાવે પ્રેઝન્ટેશન,
ને થઈ જાય મને ટેન્શન,
ઝૂમ હોય કે ગૂગલ ક્લારૂમ,
યાદ આવે મને શાળાનો રૂમ,
ટીચર કરે સૌને મ્યૂટ,
તો કરીએ ઓનલાઈન ચિટ ચેટ
રાખીએ જો વિડીયો ઑફ,
ટીચર બતાવે ગેરહાજરીનો ખોફ,
ચૉક, બ્લેકબોર્ડ ને બેન્ચીસ,
કરૂ એ સહુને હું બહુ મિસ,
આવે છે નટખટ દોસ્તોની બહુ યાદ,
ધમાલમસ્તી સાથે થતી ફરિયાદ,
જલ્દી ચાલુ થાય મારી શાળા,
કરૂં એવી અરજ મારાં વ્હાલાં.
