ઓ મોરભાઈ
ઓ મોરભાઈ
1 min
147
તારા મીઠાં ટહૂકાથી ગાજે વનની રે વનરાઈ,
ઓ મોરભાઈ ઓ મોરભાઈ,
વનમાં નિરાંતે કરજે તું મધ મીઠો રે કલશોર,
ધીમે, ધીમે આવીને ખાજે લીમડાનો રે મોર,
તારા ટહૂકા સાથે વરસાદને છે સાચી સગાઈ,
ઓ મોરભાઈ ઓ મોરભાઈ.
શ્રાવણ માસમાં કળા કરી તું તો કેવો નાચતો ?
વરસાદનાં આગમનની રાહમાં તું તો રાચતો,
તારી આગળ-પાછળ ફરતાં ઓલા ઢેલબાઈ,
ઓ મોરભાઈ ઓ મોરભાઈ.
તારા મીઠાં કેકારવથી સઘળું ખુશ થાય રાન,
તારા સુંદર પીંછાથી શોભે તારો કેવો રે વાન ?
આખા જગની સુંદરતા મોરલા તારામાં સમાઈ,
ઓ મોરભાઈ ઓ મોરભાઈ,
