નવરાત્રી
નવરાત્રી
1 min
445
શરદનું સ્વાગત કરતી ગરબે ઘૂમતી
નવરાત્રીના રંગે નાની દીકરી ઝૂમતી
શક્તિની આરાધના કરવા આવ્યું પર્વ
શ્રાદ્ધને વિદાય દઈ ગરબા ગાવા ખર્વ
નવ દિન ગરબે જનતા મસ્તીથી ઘૂમી
દસમે દિન રાવણ બાળી જનતા ઝૂમી
રાહ ખુલ્લી થઇ પ્રકાશ પર્વ દિવાળી માટે
ને ઝટઝટ પહોંચ્યા શરદ પૂનમની વાટે
શરદપૂનમ સ્વાગત કરી ગરબે ઘૂમતી
ગરબાથી રમતી ઘૂમતી ચરણો ચુમતી !