નવા પુસ્તકો
નવા પુસ્તકો
1 min
122
કેવી મીઠ્ઠી લાગે છે,
પહેલા વરસાદની સુગંધ,
કંઈક એના જેવી લાગતી,
નવાં પુસ્તકોમાંથી આવતી,
ખુશનુમા ખુશ્બૂ,
જે મન મસ્તકમાં
ભરી દેતી હોય છે,
અનેરી તાજગી,
હજી પણ યાદ છે,
એ બચપણના દિવસો,
કેટલી ખુશી થતી,
નવા પુસ્તકો મળતા,
જાણે પોતાના ખાસ,
નવા પરિજનો મળ્યા હોય !
