નિસ્બત
નિસ્બત
1 min
420
બાળકને ક્યાં નિસ્બત હોય શિસ્તના પાઠથી
બચપન વિસરાયું તોય શિસ્તના પાઠથી
રમવું તેને રમકડાંથી ધૂળથી પાણીથી
મૂંઢ, મુક બની ગયો બોય શિસ્તના પાઠથી
ભણવું શુ, ભણતર શું ? ના તો ખબર હતી
પુસ્તકનો કીડો તે તો થયો શિસ્તના પાઠથી
ભણતરમાં સ્પર્ધા હોય તે ક્યાં ખબર હતી
બાળક સઘળું ભૂલી જાય શિસ્તના પાઠથી
દોડે તે તો બીજાના સપના સાકાર કરવા
પોતાના સપના ના વંચાય શિસ્તના પાઠથી
