નીર
નીર
1 min
11
અષાઢે,
આભની
ઊંચાઈએથી ને,
આંંખોની
ઊંડાઈએથી,
વિરહ ને,
વરસાદી મોસમમાં,
ગાલના ઢોળાવ ને,
પહાડોની ગોદ પરથી,
અશ્રુઓ ને ઝરણાં બની,
વહ્યાં છે નીર,
ઝરમર, ને ખળખળ
સ્વરૂપે.