STORYMIRROR

Hemaxi Buch

Children Stories

4  

Hemaxi Buch

Children Stories

નદી

નદી

1 min
481

બાળ સમી ખળ ખળ વહેતી આવું,

ઉછળતી કૂદતી નાચતી આવું,


કિશોર સમી લહેરાતી આવું,

નટખટ નખરાળી આવું,


યૌવન સમી અલ્હડ બની આવું,

ટુકડે ટુકડે નીખરતી આવું,


જન કલ્યાણ કરતી આવું,

મેલી ને ગંદી થતી આવું,


સતત અવિરત વહેતી આવું,

દાગ ગંદકી ધોતી આવું,


બાળથી કન્યા બનતી આવું,

ને અંતે લોકમાતા બની આવું,


સફર અવિરત ખેડતી આવું,

સાગર ને મળવા દોડતી આવું,


સ્ત્રી ભાંતી જીવન જીવતી આવું,

નદી બની ને વહેતી આવું,

નદી બની ને વહેતી આવું !


Rate this content
Log in