STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

નારી છું !

નારી છું !

1 min
215

ખુશી છું જોશ છું,

ઊભરાતી લાગણી ઉમંગ છું

....કારણ કે હું નારી છું..!


મા છું પત્ની છું,

લોહીમાં ભળેલો પ્રેમ છું

....કારણ કે હું નારી છું..!


અરમાન ભરેલા હૃદયનો ધબકાર છું,

ને અસ્તિત્વનો પ્રભાવ છું

.....કારણ કે હું નારી છું..!


સ્પર્શે વર્ષોની પહેચાન છું,

વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું,

....કારણ કે હું નારી છું..!


કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું,

શરમે પ્રતિમા છું

....કારણ કે હું નારી છું..!


પારસમણી છે તું,

પણ રંગીન સ્વપ્ન છું હું,

……કારણ કે હું નારી છું..!


Rate this content
Log in