નાનપણ
નાનપણ
1 min
243
આજે મનભરીને જીવી લેવું છે,
કાલનું વિચાર્યા વગર, આજનું માણી લેવું છે,
આજે ફરીથી એક બાળપણ જોવું છે,
વીતી ગયેલા પળને ફરીથી પાછું લાવવું છે,
આજે ફરીથી નાનપણ યાદ કરવું છે,
કાલે મોટા થઈ ગયા એમાં તેને માણવું છે,
આજે ફરીથી તે શાળામાં જવું છે,
તે ટીચરની વઢ સાંભળતા ત્યાંથી બાહર જવું છે,
આજે એક નવી વાત સાંભળવી છે,
રોજ રોજના કામ કરતા, એક વાર્તા વાંચવી છે,
રોજ એક નવી સવાર, એક નવું કામ આપે છે,
પણ રોજ એક નવું કામ જિંદગીની સફળતા આપે છે.
