મુસાફિર
મુસાફિર
1 min
13.7K
મન ભરાયું પણ સાંભળે એવું કોઈ નઈ,
એટલેજ આજ મનોમન મરી રહ્યો હું.
કહું પરિસ્થિતિનો દરિયો બોવ ઝાલિમ છે;
ડૂબ્યો અને લાશ બની તરી રહ્યો હું.
અહીં સત્યનું ક્યાં કોઈ માન રહ્યું છે આજ,
કદાચ એટલેજ વગર વાંકે ડરી રહ્યો હું...
કોક તો સમજશે અને સાથ આપશે મુજને,
માટે 'મુસાફિર' થઈ જગમાં ફરી રહ્યો.
