STORYMIRROR

Ashish Aghera

Others

3  

Ashish Aghera

Others

દ્વાર ખોલી દે

દ્વાર ખોલી દે

1 min
13.5K


લાશ બની ફરવું હવે ના ફાવે, તું જીવવાના દ્વાર ખોલી દે...
દુઃખ તો ચોરી છુપે બારીમાંથી આવી જશે, તું ખુશીના દ્વાર ખોલી દે!

માન્યું કે આપણું મિલન થવું અશક્ય હતું આ જગની માલીપા,
આત્માને પામવા આત્મા બની આવ્યો, હવે તો હૈયાનાં દ્વાર ખોલી દે.

આ વાયુ, પાણી, ધરા સૌ અલગ રીતે બોલતાંજ હોય છે,
જે થાય એ "હું તારી સાથે છું" એકવાર તું આ વેણ બોલી દે...

જિંદગીએ ઘણું બધું આપ્યું હુંજ મૂર્ખ કે ના જીવી શક્યો,
હવે તું ફાટેલી તો ફાટેલી પણ તે આપેલ સાચવવા ઝોળી દે...

જીવન મરણ તો એક બહાનું છે, તેજ કહ્યું હતું ને 'મુસાફિર'
રખડી રખડી થાકી ગયો, લે આજ પાળિયો બની ખુદને તું ખોડી દે...

 


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை