Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashish Aghera

Others

3  

Ashish Aghera

Others

હળવાશ ૪૭

હળવાશ ૪૭

1 min
12.3K

સમજો છો તમે એવી 

તો વાત નથી દોસ્તો ,

પીડા જ છે બીજું કો' 

તો ખાસ નથી દોસ્તો .

પ્રજ્વલિત થવું પડશે 

આતમને દિવા માફક ,

ભીતરમાં તો અંધારું 

છે રાત નથી દોસ્તો .

હળવાશ મળે તો પણ 

આરામ નથી રુદિયે ,

જીવનથી હું કંટાળ્યો 

છું થાક નથી દોસ્તો .

જીવંત છું કોઈના 

નિર્દોષ હૃદયમાં હું ,

મારી જ કબરમાં મુજ 

નો વાસ નથી દોસ્તો .

કોઈક વખોડે છે ,

કોઈક વખાણે છે ,

દુનિયામાં અહીં સરખી 

કો' જાત નથી દોસ્તો .

સંબંધ ગયો છે હો !

સ્મરણ તો નજરમાં છે ,

તસ્વીર છે સાથે એ 

તો રાખ નથી દોસ્તો .

વીણી લે છે માર્ગના 

કાંટા સૌ "મુસાફર" જો ,

મિત્રો છે હવે કોઈ

ની ઘાત નથી દોસ્તો .

Rate this content
Log in